સામગ્રી પર જાઓ

અમારો ધ્યેય લોકોને ઇસુ તરફ દોરનારી એક જ એકીકૃત વાત તરીકે બાઈબલનો અનુભવ કરવામાં મદદરૂપ થવાનો છે.

વિડિયો

બાઇબલના મુખ્ય વિષયો અને પુસ્તકોને સમજાવતા અમારા એનિમેટેડ વિડિયો જુઓ.. અમારા વિડિયો જુઓ, ડાઉનલોડ કરો અથવા તેમાંના સંસાધનોને સેવ કરો.

બાઈબલ પ્રોજેક્ટ વિશે

BibleProject ટીમનો એક કોલાજ: સ્ટાફનું એકત્રીકરણ, સ્કેચ કરી રહેલા એક કલાકાર, એક વિડિઓ પ્રોડક્શન સેટ અને સ્થાપકો ટિમ મેકી અને જોન કોલિન્સ.

બાઇબલ પ્રોજેક્ટ એ યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થિત એક બિનનફાકારક સંસ્થા છે, જે લોકોના સ્વૈચ્છિક આર્થિક સહયોગથી કાર્ય કરે છે. અમે એવા સંસાધનો બનાવીએ છીએ જે લોકોને બાઇબલનો અનુભવ ઈસુ તરફ દોરી જતી એક જ એકીકૃત વાત તરીકે કરવામાં મદદ કરે છે. અમારો ધ્યેય બાઇબલ વિશે વધુ જાણવા ઉત્સુક લોકો માટે બાઈબલના જટિલ વિચારોને સ્પષ્ટ અને સુલભ બનાવવાનો છે. અમે અમારી દરેક સામગ્રી વૈશ્વિક મંડળીને ધ્યાનમાં રાખીને તૈયાર કરીએ છીએ, અને અમારા વિદ્વાનો ખ્રિસ્તી વિશ્વાસની જુદી-જુદી પરંપરાઓમાંથી આવે છે, તેમ છતાં તેઓ આ એક જ ધ્યેયમાં એકમત છે કે શક્ય તેટલા વધુ લોકો બાઇબલની આ એકીકૃત વાતનો અનુભવ કરી શકે.

અમારી વાતની શરૂઆત 2014માં થઈ હતી, જ્યારે લાંબા સમયના મિત્રો ડૉ. ટીમ મેકી અને જોન કોલિન્સે બાઇબલના ગહન અભ્યાસ અને દૃશ્યાત્મક વાર્તાકથનને એકસાથે જોડીને અંગ્રેજીમાં મફત વિડિયો બનાવવાનું શરૂ કર્યું, જેથી લોકો બાઈબલને વધારે સારી રીતે સમજી શકે. તે સમયથી બાઇબલપ્રોજેક્ટ એક એવી સંસ્થા બની છે જેમાં 140થી વધારે લોકો કામ કરે છે અને વિશ્વભરમાંના સ્થાનિક ભાષા બોલનારા લોકો અને વિવિધ જૂથોના સહયોગથી અમે 50થી વધુ ભાષાઓ અને બોલીઓમાં હજારો વિડિયો પ્રકાશિત કર્યા છે. ઈશ્વરના વચનો વિશેના અમારા અભિગમ વિશે જાણવા માટે તમે અહીં ક્લિક કરી શકો છો.

તમારા જેવા ઉદાર સમર્થકોના સહયોગ દ્વારા અમે જે કંઈ બનાવીએ છીએ તે બધું મફતમાં ઉપલબ્ધ છે.

બાઇબલપ્રોજેક્ટ માં જોડાઓ

તમારા જેવા ઉદાર સમર્થકોના સહયોગ દ્વારા અમે જે કંઈ બનાવીએ છીએ તે બધું મફતમાં ઉપલબ્ધ છે.