ગુજરાતી
Back

ઉપયોગના નિયમો

બાઇબલપ્રોજેક્ટ

અદ્યતન કરવામાં આવ્યું સપ્ટેમ્બર, 2019

બાઇબલપ્રોજેક્ટમાં સ્વાગત છે - તમે મુલાકાત લીધી તે માટે અમે ખુશ છીએ!

વિશ્વભરમાં શક્ય તેટલા લોકો અને સમૂહો સાથે અમે જે તૈયાર કરીએ છીએ તેની વહેચણી કરવામાં બાઇબલ પ્રોજેકટ માને છે. અમે ઇચ્છીએ છીએ કે બાઇબલના જ્ઞાન અને ચર્ચાને આગળ વધારવા માટે અમારા વિડિઓઝ, પોસ્ટરો, નોંધો અને અન્ય સામગ્રીનો ઉપયોગ ધાર્મિક આગેવાનો અને શિક્ષકો દ્વારા વિના મૂલ્યે કરવામાં આવે. આ ઉપયોગના નિયમોને (કેટલીકવાર ફક્ત "નિયમો" તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે) તે ધ્યેય સિધ્ધ કરવા માટે બનાવવામાં આવ્યા છે, સાથે જ અમારા વિષયવસ્તુ અને પ્રતિષ્ઠાનો દુરૂપયોગ અથવા અયોગ્ય રીતે ન લેવામાં આવે તે માટે સુરક્ષિત કરવામાં આવ્યા છે. જો તમે અમારી રચનાઓનો ઉપયોગ કરવા માંગતા હો, તો તમારે આ નિયમોનું પાલન કરવાની જરૂર છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં ઓરેગોન સ્ટેટ કાયદા હેઠળ સંગઠિત અમે એક બિનનફાકારક સંસ્થા છીએ, પરંતુ અમે વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ નિયમોમાં, અમે પોતાને "અમે", "અમને", "અમારા", "TBP", "ધી બાઇબલ પ્રોજેક્ટ", અથવા, અલબત્ત, "બાઇબલપ્રોજેક્ટ" તરીકે ઉલ્લેખ કરીએ છીએ.

આ નિયમો, અમારી ગોપનીયતા સૂચના સાથે,અમારી વેબસાઇટ્સ, સોશિયલ મીડિયા પૃષ્ઠો, ચેનલો અને કોઈપણ અન્ય TBP ઓનલાઇન હાજરી (સામૂહિક રીતે, "વેબસાઇટ") ના તમારા ઉપયોગને સંચાલિત કરે છે. તમે વેબસાઇટનો ઉપયોગ શરૂ કરો તે પહેલા કૃપા કરીને આ નિયમો કાળજીપૂર્વક વાંચો.

 1. સ્વીકૃતિ

સ્વીકૃતિ

અમારી સેવાઓનો મેળવવા, બ્રાઉઝ કરવા અથવા તેનો ઉપયોગ કરવા માટે, જ્યાં સુધી તમે વેબસાઇટ વિષયવસ્તુને (નીચે દર્શાવેલ) અથવા અમારા ઉત્પાદનો અથવા સેવાઓનો ઉપયોગ કરવા ચાહો છો ત્યાં સુધી તમારે આ નિયમોને બિનશરતી રીતે બંધનકર્તા થવું પડશે .  જો તમે આ નિયમો સાથે સંમત થતા નથી અને સ્વીકારતા નથી, તો તમે આ  સેવાઓનો ઉપયોગ કરી શકશો નહીં. તમારી સ્વીકૃતિ બંધનકર્તા કાનૂની કરાર બનાવે છે. અમારા નિયમો, વેબસાઇટ અને વિષયવસ્તુના તમારા ઉપયોગને લઈને તમારા અને બાઇબલપ્રોજેક્ટ વચ્ચે સંપૂર્ણ કરાર બનાવે છે અને કાયદા દ્વારા સંપૂર્ણ અનુમતિ સાથે કાર્યરત છે. અમારા નિયમોમાંના કોઈપણ અધિકાર અથવા જોગવાઈનો ઉપયોગ કરવામાં અથવા અમલ કરવામાં નિષ્ફળતા, આવા અધિકાર અથવા જોગવાઈના ત્યાગ તરીકે કામ કરશે નહીં.

જો તમને આ નિયમો અથવા સેવાઓ સંબંધિત કોઈ પ્રશ્નો, ટિપ્પણીઓ અથવા ચિંતા છે, તો કૃપા કરીને અમારો અહીં  webmaster@jointhebibleproject.com  અથવા ટોલ ફ્રિ (855) 700-9109 પર સંપર્ક કરો.

ઝાંખી

બાઇબલપ્રોજેક્ટ એ કોઈ ચોક્કસ ખ્રિસ્તી સંપ્રદાય અથવા પરંપરાનો ભાગ નથી. અમે આશા રાખીએ છીએ કે બધી પૃષ્ઠભૂમિના લોકોને તેમની ધાર્મિક અથવા બિન-ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં લીધા વિના, અમારા કાર્યને ઉપયોગી ગણશે. કોઈ ચોક્કસ ખ્રિસ્તી પરંપરાના વિશિષ્ટ ઉપદેશોને પ્રોત્સાહન આપવાનું અમારું લક્ષ્ય નથી. પરંતુ તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભને ગંભીરતાથી લેતા બાઇબલના કાવ્યાત્મક-અને કથા-કેન્દ્રિત વાંચનમાંથી ઉદ્ભવતા ધર્મશાસ્ત્ર વિષયો અને વિચારોની શોધ કરવાનું છે. ઘણી બધી વખતે અમે બાઇબલના એવા ભાગોની શોધ કરીએ છીએ જ્યાં અમારી વ્યાખ્યાત્મક અને ધર્મશાસ્ત્રની પ્રતિબદ્ધતાઓ સ્પષ્ટ થઈ શકે, પરંતુ શાસ્ત્રની વાર્તા અને ધર્મશાસ્ત્રના દાવાઓ સ્વયં પ્રગટ થાય એ જ અમારું મુખ્ય લક્ષ્ય છે.

કારણ કે બાઈબલના અર્થઘટનમાં વૈશ્વિકતા માટે, તેમજ તે અર્થઘટનપૂર્ણ કાર્ય માટે સંસાધનો અને પદ્ધતિઓની પસંદગી માટે અમે પ્રતિબદ્ધ છીએ, કોઈ મુદ્દો સાબિત કરવા માટે લોકો તેના સંદર્ભને અમારા વિષયવસ્તુને ખાસ કરીને બાકાત રાખે તેને માટે અમે સજાગ છીએ. આ ઉપરાંત, અમે એક બિનનફાકારક સંસ્થા હોવાને કારણે, અમારી વિષયવસ્તુના ઉપયોગથી કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા નફો કરે તે સામે અમને વાંધો છે. અમારા વિષયવસ્તુમાંથી નફો મેળવવાનો પ્રયાસ કરવો, અથવા વિષયવસ્તુનો સંદેશ, નિષ્કર્ષ, સૂચિ અથવા સામગ્રીમાં ફેરફાર થાય તે રીતે અમારી સામગ્રીનો ઉપયોગ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે અને સામગ્રીનો ઉપયોગ કરવાનો તમારા અધિકારનો અંત લાવશે.

અમારા વિડિઓઝ, પોસ્ટરો, નોંધો, પોડકાસ્ટ અને અન્ય ઑડિયો રેકોર્ડિંગ્સ, અને અમારી વેબસાઇટ પર મળતી કોઈપણ અન્ય સામગ્રી અને કાર્યવિધિ જેવા કે bibleproject.com, તેમજ અમારા સામાજિક મીડિયા પૃષ્ઠો પરની આવી કોઈપણ સામગ્રી પર અથવા અમારા મીડિયા સ્ટ્રીમિંગ પૃષ્ઠો, જેમ કે અમારી YouTube અને Vimeo ચેનલ્સ (સામૂહિક રીતે, "વિષયવસ્તુ") ના તમારા ઉપયોગ પર આ નિયમો લાગુ થાય છે. આ નિયમોમાં સ્પષ્ટ રૂપે જણાવ્યા સિવાય સામગ્રીનો ઉપયોગ કરી શકાશે નહીં. અન્ય કંપનીઓ TBP (સામૂહિક રીતે, "સેવા પ્રદાતાઓ") ને હોસ્ટિંગ અથવા અન્ય સેવાઓ પ્રદાન કરે છે તે હદ સુધી, અને તે સેવા પ્રદાતાઓના નિયમો કોઈપણ વેબસાઇટ્સ, સોશિયલ મીડિયા પૃષ્ઠો, ચેનલો અથવા અન્ય ઓનલાઇન સ્થાનો પર લાગુ પડે છે જ્યાં વિષયવસ્તુ દેખાય છે, આ નિયમો તે નિયમો ઉપરાંત કાર્ય કરવાનો હેતુ ધરાવે છે.

વેબસાઇટ અથવા સામગ્રીને મેળવવા બ્રાઉઝ કરવા અથવા તેનો ઉપયોગ કરવા માટે, તમારે આ નિયમો સાથે બિનશરતી રીતે સમહમત થવું તમારા માટે ફરજિયાત છે. જો તમે આ નિયમો સાથે સહમત નથી થતા, તો વિષયવસ્તુ અથવા વેબસાઇટ અથવા તેમના દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ અથવા કાર્યક્ષમતાનો તમે ઉપયોગ કરી શકતા નથી.

નોંધણી

અમારી વેબસાઇટ તમને TBP ના કાર્યક્રમો અને સેવાઓ વિશેની સામાન્ય માહિતી પૂરી પાડે છે. આ નિયમો હેઠળ સમાચારપત્રો અને અન્ય માહિતી પ્રાપ્ત કરવા, ઓનલાઇન ખરીદી અથવા દાન કરવા, અમુક વિષયવસ્તુને મેળવવા અથવા ઉપયોગ કરવા અથવા વેબસાઇટ પરની અન્ય સુવિધાઓને મેળવવા અને ઉપયોગ કરવા માટે તમે અમારી સાથે નોંધણી કરાવી શકો છો. અમારી સાથે નોંધણી કરીને, તમે સંમત થાઓ છો કે (a) તમે TBP સાથે બંધનકર્તા કરાર બનાવવા માટે યોગ્ય અધિકાર અને અધિકૃતતા ધરાવવા સક્ષમ છો અને; (b) તમે તમારા વિશે પૂરી પાડો છો તે માહિતી સાચી, સચોટ, વર્તમાન અને સંપૂર્ણ છે; અને (c) તમે ફક્ત વેબસાઇટના મર્યાદિત ઍક્સેસ ભાગોનો ઉપયોગ કરવા માટે અમે તમને આપેલ ઓળખપત્રનો ઉપયોગ કરશો. જો TBP એ અગાઉ કોઈપણ કારણોસર વેબસાઇટની તમારું  ઍક્સેસ સમાપ્ત કરેલ હોય, તો તમે કોઈપણ સંજોગોમાં વેબસાઇટને ઍક્સેસ કરી અથવા તેનો ઉપયોગ કરી શકશો નહીં.

જો તમે અમારી સાથે નોંધણી કરો છો, તો તમારા એકાઉન્ટ અને પાસવર્ડથી સંબંધિત તમામ બાબતો (તેમની ગોપનીયતા જાળવવા સહિત) અને તમારી અધિકૃતતા સાથે અથવા અધિકૃતતા વિના અન્ય લોકો દ્વારા તમારા એકાઉન્ટના ઉપયોગ માટે તમે જવાબદાર છો. તમારા એકાઉન્ટનો ઉપયોગ કરતા અન્ય લોકો આ નિયમોનું પાલન કરે છે તે સુનિશ્ચિત કરવા માટે તમે જવાબદાર હોવા માટે સંમત છો. તમારા એકાઉન્ટના કોઈપણ અનધિકૃત ઉપયોગથી થતા નુકસાન માટે બાઇબલપ્રોજેક્ટ જવાબદાર રહેશે નહીં.

સલામતીના કોઈપણ ઉલ્લંઘન અથવા તમારા એકાઉન્ટના અનધિકૃત ઉપયોગ વિશે તમારે વિષય લાઇનમાં "Unauthorized Use" લખીને તુરંત  જ webmaster@jointhebibleproject.com પર ઇ-મેઇલ મોકલીને જાણ કરવી ફરજિયાત છે. જો તમે અમને જાણ કરશો તો પણ, તમારા એકસેસના ક્રેડેશીયનલ્સનો  ઉપયોગ કરીને થતી કોઈપણ પ્રવૃત્તિઓ, તમારા એકાઉન્ટના ઉપયોગથી થતા કોઈપણ ચાર્જ સહિત, માટે તમે જવાબદાર રહેશો. કોઈપણ સૂચના વિના, કોઈપણ સમયે વેબસાઇટ અથવા તેના કોઈપણ ભાગની તમારી ઍક્સેસ સમાપ્ત કરવાના અધિકારને, અમારા સંપૂર્ણ વિવેકબુદ્ધિને આધીન, અમે અનામત રાખીએ છીએ.

બૌદ્ધિક સંપતિનુ માલિકિપણું

વિષયવસ્તુમાં કૉપિરાઇટ્સ, ટ્રેડમાર્ક્સ અને અન્ય બૌદ્ધિકસંપત્તિ હક્કો અને વેબસાઇટમાં સમાવિષ્ટ કોઈપણ અન્ય માહિતી, જેમાં મર્યાદા વિના, સોફ્ટવેર, ટેક્સ્ટ, ગ્રાફિક્સ, લોગો, બટન આઇકોન્સ, છબીઓ, ઑડિઓ ક્લિપ્સ, વિડિઓ ક્લિપ્સ, ડેટા સંકલન અને સંગ્રહ, સંકલન અને વેબસાઇટની એકંદર ડિઝાઇન (સામૂહિક રીતે, "બૌદ્ધિક સંપત્તિ"), TBPની માલિકીની અથવા લાઇસન્સવાળી છે, અને અમે બૌદ્ધિક સંપત્તિના સંદર્ભમાં તમામ હક્ક અનામત રાખીએ છીએ.

TBP ટ્રેડમાર્ક્સ

જ્યારે અમુક વિશિષ્ટ વિષયવસ્તુ માટેના કૉlપિરાઇટ્સ આ નિયમો હેઠળ ચોક્કસ વિશિષ્ટ ઉપયોગો માટે લાઇસન્સ પ્રાપ્ત કરે છે, ત્યારે અમને આ નિયમો દ્વારા તમને કોઈ ટ્રેડમાર્ક અથવા સર્વિસ માર્ક લાઇસન્સ આપવામાં આવતું નથી. આનો અર્થ એ છે કે યુ.એસ. કાયદા હેઠળ સંદર્ભિત વાજબી ઉપયોગ તરીકે લાયક ન હોય તે રીતે અમારું નામ, લોગો અથવા કોઈપણ અન્ય TBP આઇડેન્ટિફાયરનો તમે ઉપયોગ કરી શકતા નથી. આ એટલા માટે છે કે TBP અને અમારા વિષયવસ્તુ વપરાશકર્તાઓ વચ્ચેના સંબંધો વિશે કોઈ પણ મૂંઝવણ ના રહે તે માટે છે, ઉદાહરણ તરીકે, એવું માનવામાં આવે છે કે TBP કોઈ વ્યક્તિ કે જે ફક્ત આ નિયમો હેઠળ સામગ્રીનો ઉપયોગ કરે છે તેનું સમર્થન કરે છે અથવા પ્રાયોજિત કરે છે, અને કોઈ અલગ કરાર હેઠળ નથી. જો તમે સંદર્ભિત વાજબી ઉપયોગ ઉપરાંત અમારા ટ્રેડમાર્ક્સનો કોઈપણ ઉપયોગ કરવા માંગતા હો, તો કૃપા કરીને વિશિષ્ટ વપરાશ લાઇસન્સ મેળવવા માટે અમારો સંપર્ક કરો. આવા લાયસન્સિસ સામાન્ય નથી, પરંતુ ખાસ સંજોગોમાં આપવામાં આવે છે. અમારા કોઈપણ નિશાનનો ઉપયોગ કરવા માટેનું લાઇસન્સ ફક્ત અમારા નિયુક્ત અધિકૃત અધિકારીઓ દ્વારા સહી કરેલ ઔપચારિક લેખિત લાઇસન્સ કરારમાં જ મંજૂર થઈ શકે છે. કોઈપણ હક આપવા અથવા અમારા નિશાનીઓના ઉપયોગને અધિકૃત કરવા માટે કોઈપણ અન્ય વ્યક્તિ અથવા એજન્ટ અધિકૃત નથી, અને આવી કોઈ પણ અનુમતિ અથવા સંબંધિત વચન અથવા માર્ગદર્શન અમાન્ય છે.

વેબસાઇટ અને સામગ્રીનો તમારો ઉપયોગ

વેબસાઇટના વપરાશકર્તા તરીકે, તમારી પાસે વેબસાઇટને ઍક્સેસ કરવા માટે રદબાતલ થઇ શકે તેવું, બિન-સ્થાનાંતરિત, બિન-વિશિષ્ટ લાઇસન્સ છે, જેથી વેબસાઇટ પર સમાવિષ્ટ માહિતી જોઈ શકાય અને આ નિયમોમાં વર્ણવ્યા અનુસાર વેબસાઇટ સાથે સંપર્ક કરી શકાય. વેબસાઇટનો ઉપયોગ કરીને, કોઈપણ ઇન્ટરેક્ટિવ ઘટકો સહિત, જેને ઇનપુટ્સની જરૂર પડે, તમે રજૂઆત કરો છો અને ખાતરી આપો છો કે (a) તમે વેબસાઇટ પર સબમિટ કરો છો તે કોઈપણ માહિતી સત્ય અને સચોટ છે; (b) તમે તે માહિતીની ચોકસાઈ જાળવશો; અને (c) વેબસાઇટનો તમારો ઉપયોગ કોઈપણ લાગુ કાયદા, નિયમ અથવા નિયમનનું ઉલ્લંઘન કરતા નથી. તમે અમને પૂરી પાડો છો તે કોઈપણ માહિતી પણ અમારી ગોપનીયતા સૂચનાને આધીન રહેશે.

તમે કોઈપણ વ્યાવસાયિક હેતુ માટે અથવા કોઈપણ ગેરકાયદેસર અથવા ખોટા હેતુ માટે વેબસાઇટનો ઉપયોગ કરી શકતા નથી. તમે આ નિયમો દ્વારા સ્પષ્ટ રીતે અધિકૃત સિવાય, વેબસાઇટ, અથવા તેનો કોઈપણ ભાગ અથવા ઘટક (વિષયવસ્તુ સહિત), વેબસાઇટનો ઉપયોગ,ભાડુ,  પુનઃપ્રસારણ, ડુપ્લિકેટ, જાહેર કરવું, પ્રકાશિત કરવું,, વેંચવુ, ફાળવવું, ભાડાપટ્ટો, પેટાલાયસન્સ, માર્કેટ અથવા ટ્રાન્સફર કરવા અથવા સંમત થશો નહીં. વધુમાં વેબસાઇટ, અથવા વેબસાઇટના કોઈપણ ભાગની નકલ, ફેરબદલ, ભાષાંતર, સ્થાનાંતર, સંશોધન અથવા વ્યુત્પન્ન કાર્યો ન કરવા માટે તમે સંમત છો. વેબસાઇટ સાથે છેડછાડ કરવી, વેબસાઇટ પર કપટી પ્રવૃત્તિઓ કરવા અને અન્ય તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પ્રતિબંધિત છે અને દુરુપયોગકર્તા કાનૂની કાર્યવાહી કરવા માટે લાયક થઈ શકે છે.

વિડિઓ સામગ્રી. અમારા વિડિઓઝમાંથી કેટલાક www.bibleproject.comસાઇટ અથવા YouTube પરની અમારી ચેનલ્સ (https://www.youtube.com/user/jointhebibleproject અથવા https://vimeo.com/channels/1241213) પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે અથવા આવી અન્ય ચેનલો અમે ભવિષ્યમાં બનાવી શકીએ છીએ (સામૂહિકરૂપે, "વિડિઓ વિષયવસ્તુ"). અમે તમને તેને દૂર કરવાની સૂચના આપતા નથી ત્યાં સુધી તમને તમારી કોઈ પણ વિડિઓ વિષયવસ્તુની સ્ટ્રીમ્સ અથવા તેની લિંક્સને તમારી પોતાની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશનમાં જોડી રાખવાની પરવાનગી છે, પરંતુ જ્યાં સુધી તમે નિયમોનું પાલન કરો અને, ખાસ કરીને, નીચેની આવશ્યકતાઓ:

 • તમારે નાણાંકીય ફીની ચુકવણી, અથવા કોઈ ક્રિયા અથવા નિષ્ક્રિયતાની જરૂર પડશે નહીં, જેનાથી તમારી સામગ્રી અથવા એપ્લિકેશનના વપરાશકર્તાઓને વિડિઓ સામગ્રીને ઍક્સેસ કરવાની પૂર્વ-આવશ્યકતા રૂપે, તમને કોઈ આડકતરી રીતે નાણાંકીય લાભ તરફ દોરી જાય.

 • તમે વિડિઓ વિષયવસ્તુની નકલો વેચી અથવા વિતરિત કરી શકતા નથી.

 • વિડિઓ સામગ્રીની નજીકમાં, તમારે એક સ્પષ્ટ અને મુખ્ય નોટિસ મૂકવી ફરજિયાત છે, જેમાં વિડિઓ વિષયવસ્તુના લેખક અને માલિક તરીકે બાઇબલપ્રોજેક્ટની ઓળખ હોય અને તેની લિંક  www.bibleproject.com સાથે સામેલ હોય જે દર્શકોને તે સાઇટની મુલાકાત લેવા અને બાઇબલપ્રોજેક્ટ વિશે વધુ શીખવા માટે સક્ષમ બનાવતી હોય.

 • તમે કોઈપણ વિડિઓ સામગ્રીમાં કોઈપણ પ્રકારનાં ફેરફાર, સંશોધિત અથવા ફેરફારો કરી શકતા નથી, અથવા તો તમે વિડિઓ સામગ્રીના આધારે કોઈપણ વ્યુત્પન્ન કાર્યો બનાવી શકતા નથી.

 • અમે નવા સર્વર અથવા સ્ટ્રીમિંગ સેવા પર અમે જે પૂરુ પાડિએ છીએ તેના સિવાય કોઈપણ વિડિઓ સામગ્રી અપલોડ કરી શકશો નહીં.

પોસ્ટરો. અમારા કેટલાક પોસ્ટરો અમારી www.bibleproject.com સાઇટ (સામૂહિક રીતે "પોસ્ટરો") પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. જયાં સુધી તમે આ નિયમો અને ખાસ કરીને નીચીને આવશ્યકતાઓની પૂર્તિ ન કરો ત્યાં સુધી અને અમે આ પરવાનગી પાછી ન ખેંચી લઈએ ત્યાં સુધી તમને અમારા કોઈ પણ પોસ્ટર્સ ડિજીટલી અથવા તો મૂર્ત માધ્યમો દ્વારા ડાઉનલોડ કરવા, પુનઃઉત્પાદન કરવા અને ડિસ્પલે કરવા પરવાનગી છે:

 • તમારે નાણાંકીય ફીની ચુકવણી, અથવા કોઈ ક્રિયા અથવા નિષ્ક્રિયતાની જરૂર  પડશે નહીં, જેનાથી ત્રાહિત પક્ષોને પોસ્ટરો જોવાની પૂર્વ-આવશ્યકતા રૂપે, તમને કોઈ આડકતરી રીતે નાણાંકીય લાભ તરફ દોરી જાય, અથવા તમે પોસ્ટરની નકલો વેચી શકશો નહીં.

 • તમે દરેક જુદા જુદા પોસ્ટરની 500 જેટલી કાગળની નકલો બનાવી અને વિતરિત કરી શકો છો, તમે વેચાણ ઉપરના પ્રતિબંધનું પાલન કરો ત્યાં સુધી, બધા પોસ્ટરો નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. (જો તમે પોસ્ટરની 500 કે તેથી વધુ નકલો તૈયાર કરવા માંગતા હો, તો કૃપા કરીને વિશેષ લાઇસન્સની વિનંતી કરવા અમારો સંપર્ક કરો.)

 • તમે કોઈપણ પોસ્ટરમાં કોઈપણ પ્રકારનાં ફેરફાર, સંશોધિત અથવા ફેરફારો કરી શકતા નથી, અથવા તમે પોસ્ટર પર આધારિત કોઈપણ વ્યુત્પન્ન કાર્યો બનાવી શકતા નથી.

 • કોઈપણ પોસ્ટરના ડિજિટલ ડિસ્પ્લેની નજીકમાં, તમારે એક સ્પષ્ટ અને અગ્રણી નોટિસ મૂકવી ફરજિયાત છે, જેમાં પોસ્ટરના લેખક અને માલિક તરીકે બાઇબલપ્રોજેક્ટની ઓળખ હોય અને તેની લિંક www.bibleproject.com સાથે સામેલ હોય જે દર્શકોને તે સાઇટની મુલાકાત લેવા અને બાઇબલપ્રોજેક્ટ વિશે વધુ શીખવા માટે સક્ષમ બનાવતી હોય.

અમે આ પરવાનગી પાછો ખેંચીએ તેવા કિસ્સામાં, તમારે પોસ્ટરના બધા ડિજિટલ ડિસ્પ્લે દૂર કરવા, અને મૂર્ત માધ્યમોમાં ફરીથી ઉત્પન્ન થતાં કોઈપણ પોસ્ટરોનું વિતરણ બંધ કરવું ફરજિયાત છે.

અન્ય દ્રશ્ય વિષયવસ્તુ અમારી કેટલીક નોંધો, સ્ક્રિપ્ટ્સ અને પોસ્ટરો સિવાયની સ્થિર દ્રશ્ય વિષયવસ્તુ અમારી સાઇટ www.bibleproject.com સામૂહિક રીતે, "અન્ય દ્રશ્ય વિષયવસ્તુ") પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. જયાં સુધી તમે આ નિયમો અને ખાસ કરીને નીચીને આવશ્યકતાઓની પૂર્તિ ન કરો ત્યાં સુધી અને અમે આ પરવાનગી પાછી ન ખેંચી લઈએ ત્યાં સુધી તમને અમારા કોઈ પણ પોસ્ટર્સ ડિજીટલી અથવા તો મૂર્ત માધ્યમો દ્વારા ડાઉનલોડ કરવા, પુનઃઉત્પાદન કરવા અને ડિસ્પલે કરવા પરવાનગી છે:

 • તમારે નાણાંકીય ફીની ચુકવણી, અથવા કોઈ ક્રિયા અથવા નિષ્ક્રિયતાની જરૂર પડશે નહીં, જેનાથી ત્રાહિત પક્ષોને અન્ય દ્રશ્ય વિષયવસ્તુ   જોવાની પૂર્વ-આવશ્યકતા રૂપે, તમનેકોઈ આડકતરી રીતે નાણાંકીય લાભ તરફ દોરી જાય, અથવા તમે અન્ય દ્રશ્ય વિષયવસ્તુ ની નકલો વેચી શકશો નહીં.

 • તમે મૂર્ત મીડિયામાં અન્ય દ્રશ્ય વિષયવસ્તુની બહુવિધ નકલો બનાવી શકતા નથી.

 • તમે કોઈપણ પ્રકારની વિઝ્યુઅલ સામગ્રીમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર, સંશોધિત અથવા ફેરફારો કરી શકતા નથી, અથવા તમે અન્ય વિઝ્યુઅલ સામગ્રીના આધારે કોઈપણ વ્યુત્પન્ન કાર્યો બનાવી શકશો નહીં.

 • કોઈપણ અન્ય વિઝ્યુઅલ સામગ્રીના ડિજિટલ ડિસ્પ્લેની નજીકમાં, તમારે એક સ્પષ્ટ અને અગ્રણી નોટિસ મૂકવી ફરજિયાત છે, જેમાં અન્ય વિઝ્યુઅલ સામગ્રીના લેખક અને માલિક તરીકે બાઇબલપ્રોજેક્ટની ઓળખ હોય અને તેની લિંક www.bibleproject.com સાથે સામેલ હોય જે દર્શકોને તે સાઇટની મુલાકાત લેવા અને બાઇબલપ્રોજેક્ટ વિશે વધુ શીખવા માટે સક્ષમ બનાવતી હોય.

અમે આ પરવાનગી પાછો ખેંચીએ તેવા કિસ્સામાં, તમારે અન્ય દ્રશ્ય વિષયવસ્તુના બધા ડિજિટલ ડિસ્પ્લે દૂર કરવા, અને મૂર્ત માધ્યમોમાં ફરીથી ઉત્પન્ન થતી કોઈપણ અન્ય દ્રશ્ય વિષયવસ્તુનું વિતરણ બંધ કરવું ફરજિયાત છે.

પોડકાસ્ટ્સ. અમારી કેટલીક પોડકાસ્ટ અને અન્ય ઑડિઓ વિષયવસ્તુ અમારી www.bibleproject.comસાઇટ અને વિવિધ અન્ય અધિકૃત ઑડિઓ સ્ટ્રીમિંગ સેવાઓ (સામૂહિક રૂપે, "ઑડિઓ વિષયવસ્તુ") સ્ટ્રીમ કરવા માટે ઉપલબ્ધ છે. અમારી સાઇટ અથવા Apple Podcasts, Google Podcasts, અને Spotify (તમે તે અધિકૃત સેવાઓની કોઈપણ આવશ્યકતાઓને સ્વીકારો છો ત્યાં સુધી) અધિકૃત સેવાઓની માંગ પર અમારી ઑડિઓવિષયવસ્તુને ચલાવવા  માટેની તમને પરવાનગી છે, આ નિયમો હેઠળ, ઑડિઓ વિષયવસ્તુનું પુનઃઉત્પાદન, પુનઃકાસ્ટ કરવાની અથવા અમારી ઑડિઓ વિષયવસ્તુનો કોઈપણ અન્ય ઉપયોગ કરવાની તમને પરવાનગી નથી. જો તમે ઉપર આપેલ અનુમતિ સિવાય અમારા ઑડિઓ વિષયવસ્તુનો કોઈપણ ઉપયોગ કરવા માંગતા હો, તો કૃપા કરીને વિશેષ વપરાશ લાઇસન્સની વ્યવસ્થા કરવા માટે અમારો સંપર્ક કરો.

વેબસાઇટ અને વિષયવસ્તુના તમારા ઉપયોગ પર પ્રતિબંધો

વેબસાઇટને ઍક્સેસ કરવાથી તમને કોઈપણ રીતે કોઈપણ વિષયવસ્તુનો  ઉપયોગ કરવાની મંજૂરી નથી સિવાય કે આ નિયમો દ્વારા વિશેષ રૂપે પરવાનગી હોય. ઉપરોક્તને મર્યાદિત કર્યા સિવાય, આ નિયમો દ્વારા ખાસ મંજૂરી ન હોય ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં તમે આમ કરી શકશો નહીં:

 • સીધા અથવા અન્ય માધ્યમો દ્વારા સામગ્રી અથવા કોઈપણ ડિજિટલ રાઇટ્સ મેનેજમેંટ મિકેનિઝમ, ડિવાઇસ અથવા અન્ય સામગ્રી સુરક્ષા પગલાં પર ચિહ્નિત કોઈપણ કૉપિરાઇટ, ટ્રેડમાર્ક અથવા અન્ય માલિકીની સૂચનાઓને દૂર કરો, બદલો, બાયપાસ કરો, અવગણો અથવા અટકાવો;

 • મિરર, ફ્રેમ, સ્ક્રીન સ્ક્રેપ અથવા વેબસાઇટના કોઈપણ પાસા સાથે ઊંડી કડી અથવા ટેકનોલોજી મારફતે કોઈ પણ સામગ્રીને ઍક્સેસ કરો સિવાય કે અમારા દ્વારા પૂરાં પાડવામાં અથવા અધિકૃત કરવામાં આવેલ હોય;

 • "રોબોટ્સ," "સ્પાઈડર," "ઑફલાઇન વાચકો," વગેરે દ્વારા મર્યાદા વિના, કોઈપણ સ્વચાલિત સિસ્ટમ દ્વારા વેબસાઇટને ઍક્સેસ કરો અથવા એવી કોઈ પણ ક્રિયા કરો કે જે (અમારી સંપૂર્ણ વિવેક બુદ્ધિને આધીન), અને અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ગેરવાજબી અથવા અપ્રમાણસર મોટો ભાર લાદતી હોય અથવા લાદશે;

 • જાણી જોઈને અથવા અવિચારી રીતે અમાન્ય ડેટા અપલોડ કરવો અથવા વાયરસ, વોર્મ્સ, ટ્રોજન હોર્સિસ અથવા અન્ય માલવેર અથવા સૉફ્ટવેર એજન્ટ્સને વેબસાઇટ પર રજૂ કરવી, અથવા નુકસાનકારક, નુકસાન, હુમલો, શોષણ અથવા આપણા સિસ્ટમ અથવા નેટવર્કમાં ઘૂસણખોરી કરવી, અથવા અન્યથા બાઈબલપ્રોજેક્ટ અથવા કોઈપણ જોડાયેલ નેટવર્ક્સની સિસ્ટમ અખંડિતતા અથવા સલામતી સાથે દખલ અથવા સમાધાન કરવાનો પ્રયાસ કરતા  , અથવા વેબસાઇટની યોગ્ય કામગીરી અને કોઈપણ વ્યક્તિ અથવા એન્ટિટીના ઉપયોગ અથવા આનંદને અસર કરવા માટે કોઈ પગલાં લેવા  ;

 • વેબસાઇટના વપરાશને અથવા અટકાવવા અથવા તેના વપરાશને પ્રતિબંધિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પગલાઓને બાયપાસ કરો, જેમ કે વેબસાઇટના સુરક્ષિત અથવા બિન-જાહેર વિસ્તારોમાં હેકિંગ દ્વારા અથવા કોઈપણ ભૂ-અવરોધક પદ્ધતિને અવરોધિત કરીને;

 • એકાઉન્ટની નામો અને ઇ-મેઇલ સરનામાં સહિત કોઈપણ વ્યક્તિગત માહિતી એકત્રિત કરવા માટે વેબસાઇટનો ઉપયોગ કરો અથવા અમારી અગાઉની સ્પષ્ટ લેખિત પરવાનગી વિના કોઈપણ વ્યાવસાયિક વિનંતી હેતુ માટે વેબસાઇટનો ઉપયોગ કરો; અથવા

 • વેબસાઇટના કોઈપણ પાસાને ઉલટાવી દેવાનો પ્રયાસ કરવો અથવા સ્રોત કોડ (સાધનો, પદ્ધતિઓ, પ્રક્રિયાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત) કે જે વેબસાઇટને સક્ષમ કરે છે અથવા તેના અંતર્ગત બનાવે છે, સામગ્રીનો ઉપયોગ કરીને કોઈપણ પ્રકારના વ્યુત્પન્ન કાર્યો અથવા વિષયવસ્તુ બનાવવા માટે પ્રયત્ન કરવો અથવા  તમે વ્યુત્પન્ન સામગ્રી મફતમાં આપવાના ઇરાદાનો ત્યાગ કરવો અથવા અન્યથા વેબસાઇટના કોઈપણ પાસાનો ઉપયોગ કરીને કોઈ વ્યવસાય બનાવવાનો ઇરાદો ધરાવતા હો.

જો તમે આ નિયમોની કોઈપણ જોગવાઈનો ભંગ કરો તો આ નિયમોમાં વર્ણવેલ મંજૂરીઓ આપમેળે સમાપ્ત થઈ જશે. આ નિયમો દ્વારા સ્પષ્ટ રૂપે મંજૂરી ન આપેલ કોઈપણ સામગ્રીનો ઉપયોગ કૉપિરાઇટ અથવા ટ્રેડમાર્ક કાયદાઓનું ઉલ્લંઘન કરતા હોય, અને, બાઇબલપ્રોજેકટની અગાઉની લેખિત મંજૂરી વિના, તે ચુસ્તપણે પ્રતિબંધિત છે.

વપરાશકર્તાએ બનાવેલ સામગ્રી

જો અને તે હદ સુધી કે TBP વપરાશકર્તા દ્વારા તૈયાર કરવામાં આવેલ વિષયવસ્તુને સ્વીકારવાનું પસંદ કરે, તો તમને વેબસાઈટ પર ટિપ્પણીઓ, ફોટા અથવા અન્ય સામગ્રી પ્રકાશિત, પ્રસારિત કરવા, સબમિટ કરવાની અથવા અન્યથા પોસ્ટ કરવાની તક મળી શકે છે ("વપરાશકર્તાએ તેયાા કરેલ સામગ્રી") જે લોકો દ્વારા ઍક્સેસિબલ હોઈ શકે અને જોઈ શકાય  છે. તમારા દ્વારા પોસ્ટ કરવામાં આવેલ કોઇપણ વપરાશકર્તાએ તૈયાર કરેલ વિષયવસ્તુના સંદર્ભમાં, તમે તે રજૂ કરો છો કે (i) તમે સામગ્રી બનાવી છે અને તેના માલિકીના અધિકારો ધરાવો છો અથવા તમારી પાસે આવી સામગ્રી પોસ્ટ કરવાની માલિકની સ્પષ્ટ પરવાનગી છે, અને (ii) સામગ્રી કોઈપણ અન્ય વ્યક્તિ અથવા એન્ટિટીના અધિકારોનું (મર્યાદા વિના, કૉપિરાઇટ્સ, ટ્રેડમાર્ક અથવા ગોપનીયતા અધિકારો સહિત) ઉલ્લંઘન કરતી નથી અથવા કોઈપણ લાગુ કાયદા, નિયમો અથવા નિયમનો, આ ઉપયોગના નિયમો અથવા અમારી પોસ્ટ કરેલી કોઈપણ નીતિઓનું ઉલ્લંઘન કરતી નથી. વધુમાં, વપરાશકર્તાએ તૈયાર કરેલ સામગ્રી આ મુજબ ન જ હોવી જોઈએ:

 • ખોટી, માનહાનિ કરનારી, બદનામી કરનારી, અશ્લીલ, પજવણી કરનાર, ધમકી આપતી, ભેદભાવ કરનાર, ધર્માંધ, દ્વેષપૂર્ણ, હિંસક, અભદ્ર, અશ્લીલ, અશ્લીલ અથવા અન્યથા અપમાનજનક, અયોગ્ય, નુકસાનકારક, ગેરકાયદેસર, વિક્ષેપકારક અથવા નુકસાનકારક એવી કોઈ સામગ્રી શામેલ હોય;

 • TBP અથવા અન્ય કોઈના કાનૂની હકોનું ઉલ્લંઘન કરતી હોય, તેમાં એવા વિષયવસ્તુ શામેલ હોય જે લાગુ કાયદા અથવા નિયમનો હેઠળ નાગરિક અથવા ગુનાહિત જવાબદારીને જન્મ આપી શકે છે અથવા તો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા ગેરકાયદેસર કૃત્યને પ્રોત્સાહન, તરફેણ કરતી અથવા સહાય કરતી હોય;

 • કોઈપણ વ્યક્તિને નુકસાન અથવા સંપત્તિને નુકસાન અથવા હાનિ પહોંચાડતી હોય અથવા આવી ધમકી આપતી હોય;

 • અન્યની વ્યક્તિગત માહિતી શામેલ કરતી હોય જેમ કે તેમનું સરનામું, ફોન નંબર, ઇ-મેઇલ સરનામું, સામાજિક સુરક્ષા નંબર, નાણાંકીય માહિતી અથવા અન્ય કોઈ માહિતી સામેલ હોય કે જેનો ઉપયોગ તે વ્યક્તિને ટ્રેક કરવા, સંપર્ક કરવા અથવા તેની નકલ કરવા માટે થઈ શકે;

 • કોઈપણ પેટન્ટ, ટ્રેડમાર્ક, ટ્રેડ સિક્રેટ, કૉપિરાઇટ, કરાર અથવા અન્ય બૌદ્ધિક સંપત્તિ અથવા બાઇબલપ્રોજેકટ અથવા અન્ય કોઈ પણ વ્યક્તિના અન્ય માલિકી હકોનું ઉલ્લંઘન કરતી હોય;

 • બાળકોને અયોગ્ય વિષયવસ્તુમાં લાવીને, વ્યક્તિગત માહિતી પૂછવા અથવા અન્યથા નુકસાન પહોંચાડવા અથવા તેનું શોષણ કરવા માંગતી હોય;

 • બાઇબલપ્રોજેક્ટ સહિત કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા સાથે તમારી ઓળખ અથવા જોડાણને ખોટી રીતે રજૂ કરતી હોય;

 • કોઈ પણ હેતુ માટે અન્યના ઇ-મેઇલ સરનામાંઓ, વપરાશકર્તાનામો અથવા પાસવર્ડ્સ એકત્રિત કરવાની માંગ કરતી હોય;

 • ચેન લેટર્સ, જથ્થાબંધ અથવા જંક ઇ-મેલને ટ્રાન્સમિટ કરવાની માંગ કરતી હોય, સ્વયંસંચાલિત હોય કે ન હોય, અથવા TBP અથવા વેબસાઈટ સાથે જોડાયેલા નેટવર્ક અથવા સેવાઓ પર અયોગ્ય બોજ બનાવતી હોય, દખલ કરતી હોય, વિક્ષેપિત કરતી હોય અથવા સ્પાયવેર, માલવેર અથવા અમારા કમ્પ્યુટર અથવાઉપકરણો અથવા કમ્પ્યુટર અથવા તૃતીય પક્ષોના ઉપકરણો પરનો અન્ય કમ્પ્યુટર કોડ સ્થાપિત કરવા અથવા પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરતી હોય;

 • વ્યવસાયિક પ્રવૃત્તિઓ જેવી કે હરીફાઈઓ, સ્વીપસ્ટેક્સ અથવા અન્ય વેચાણ પ્રમોશન, બાર્ટર, જાહેરાત અથવા વેચાણની ઑફર અથવા માલ અને સેવાઓની ખરીદી સાથે સંબંધિત હોય; અથવા

 • અમારા સંપૂર્ણ વિવેકબુદ્ધિનેઆધીન TBP દ્વારા નક્કી કર્યા મુજબ અન્યથા વાંધાજનક અથવા બિન-કૌટુંબિક મૈત્રીપૂર્ણ બનતી હોય.

કૃપા કરીને વેબસાઇટ પર તમે પોસ્ટ કરેલી માહિતી અને તમે અન્ય વપરાશકર્તાઓને આપો છો તે કાળજીપૂર્વક પસંદ કરો. તમારું પૂરું નામ, ટેલિફોન નંબર, શેરી સરનામું, ઇ-મેઇલ સરનામું અથવા અન્ય માહિતી કે જેનાથી તમને ઓળખી શકાય અથવા અજાણ્યા લોકોને તમને શોધી શકે અથવા તમારી ઓળખ ચોરી શકે તેને જાહેરમાં પોસ્ટ કરવા માટે TBP તમને પ્રોત્સાહિત કરતું નથી. તમારી વપરાશકર્તાએ તૈયાર કરેલ સામગ્રી અને તેને ઓનલાઇન પોસ્ટ કરવાના પરિણામો માટે તમે સંપૂર્ણપણે જવાબદાર છો. તમે અન્ય વપરાશકર્તાઓ કે જેની સાથે તમે વેબસાઇટ દ્વારા સંપર્કમાં આવશો તેની સાથે વ્યવહાર સાથે સંકળાયેલા તમામ જોખમોને સ્વીકારો છો, અને કાયદાની મંજૂરી આપે ત્યાં સુધી વેબસાઇટ પર પોસ્ટ કરેલ કોઈપણ વપરાશકર્તાએ તૈયાર કરેલ સામગ્રીથી સંબંધિત કોઈપણ દાવા અથવા જવાબદારીમાંથી અને કોઈપણ અન્ય વપરાશકર્તાઓના આચરણથી સંબંધિત દાવામાંથી તમે અમને મુક્ત કરો છો.

અમે કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર સૂચના વિના, વપરાશકર્તાએ તૈયાર કરેલ વિષયવસ્તુની દેખરેખ કરવાનો, સમીક્ષા કરવાનો, તપાસ કરવાનો, પોસ્ટ કરવાનો, કાઢી નાખવાનો, અસ્વીકૃત કરવાનો, સંશોધિત કરવાનો અથવા સંગ્રહિત કરવાનો અધિકાર રાખ્યો છે, પરંતુ તેની કોઇ જવાબદારી ધરાવતા નથી. તમારા અને કોઈપણ અન્ય વપરાશકર્તા વચ્ચેના વિવાદો અંગે કોઈપણ પગલા લેવાનો અધિકાર પણ અમે આરક્ષિત રાખીએ છીએ અને તમારી ક્રિયાપ્રતિક્રિયાઓ માટે અથવા અન્ય વપરાશકર્તાઓ સાથેના કોઈપણ વિવાદો માટે અથવા કોઈપણ વપરાશકર્તાની ક્રિયા અથવા નિષ્ક્રિયતા માટે કોઈ અમારી કોઇ જવાબદારી રહેશે નહીં. વેબસાઇટ પર તમારા વર્તન અને અન્ય વપરાશકર્તાઓ સાથેની તમારી ક્રિયાપ્રતિક્રિયા માટે તમે સંપૂર્ણપણે જવાબદાર છો.

અમારી માન્યતા મુજબ વપરાશકર્તાએ તૈયાર કરેલ સામગ્રી આ નિયમોનું ઉલ્લંઘન કરી શકે અથવા તો વાંધાજનક હોઇ શકે તે સહિત, કોઈ પણ કારણોસર સૂચના વિના વપરાશકર્તાએ તૈયાર કરેલ સામગ્રીને અમારી સંપૂર્ણ વિવેકબુદ્ધિને આધીન અમે અસ્વીકૃત, બદલાવી અથવા દૂર કરી શકીએ છીએ. અમે કોઈપણ વપરાશકર્તાએ તૈયાર કરેલ વિષયવસ્તુને સમર્થન આપતા નથી અને પોસ્ટ કરેલ વપરાશકર્તાએ તૈયાર કરેલ વિષયવસ્તુ અમારા મંતવ્યો, દ્રષ્ટિકોણો અથવા સલાહને પ્રતિબિંબિત કરતી નથી. તમે અથવા કોઈપણ અન્ય વપરાશકર્તા અથવા તૃતીય-પક્ષ પોસ્ટ કરે અથવા વેબસાઇટ પર અથવા તેના દ્વારા મોકલે તેવી કોઈપણ વપરાશકર્તાએ તૈયાર કરેલ સામગ્રી માટે અમે કોઈ જવાબદારી લેતા નથી અને કોઈ જવાબદારી માની લેતા નથી, અથવા કોઈપણ વપરાશકર્તા અથવા તૃતીય પક્ષ દ્વારા પૂરાં પાડવામાં આવેલ પ્રસારણ, સંદેશાઓ અથવા સામગ્રી સંબંધિત કોઈપણ ક્રિયા અથવા નિષ્ક્રિયતા માટે કોઈ જવાબદારી માનીશું નહીં.

વેબસાઇટ સુરક્ષા

વેબસાઇટની સુરક્ષા સુવિધાઓનું ઉલ્લંઘન અથવા ઉલ્લંઘન માટે પ્રયાસ કરવાનો તમે ચુસ્તપણે પ્રતિબંધિત છે, જેમ કે ના દ્વારા:

 • તમારા માટે બનાવાયેલ ડેટાને ઍક્સેસ કરવા અથવા સર્વર અથવા એકાઉન્ટ પર લૉગ ઇન કરવા માટે કે જેને તમે ઍક્સેસ કરવા માટે અધિકૃત નથી;

 • સિસ્ટમ અથવા નેટવર્કની નબળાઈની ચકાસણી, સ્કેન અથવા પરીક્ષણ કરવાનો પ્રયાસ કરવો અથવા સુરક્ષા અથવા પ્રમાણીકરણનાં પગલાંનો ભંગ કરવાનો પ્રયાસ કરવો સિવાય કે આમ કરવા માટે અમે લેખિતમાં સ્પષ્ટ રીતે તમને અધિકાર આપતા ન હોય;

 • કોઈ પણ વપરાશકર્તા, યજમાન અથવા નેટવર્કની સેવામાં દખલ કરવાનો પ્રયાસ, જેમ કે વાયરસ સબમિટ કરવાથી, વધુ ભારણ કરવાથી, અતિશય ભારણ કરવું, સ્પામિંગ, મેઇલ બોમ્બીંગ  કરવું અથવા ક્રેશિંગ; અથવા

 • કોઈપણ TCP / IP પેકેટ હેડર અથવા કોઈપણ ઇમેઇલ અથવા ન્યૂઝ ગ્રુપ પોસ્ટિંગમાં શીર્ષકની માહિતીના કોઈપણ ભાગ માટે, પ્રમોશન અને/ અથવા ઉત્પાદનો અથવા સેવાઓની જાહેરાત સહિત, અનિચ્છનીય ઇમેઇલ મોકલવો.

તમે આથી કોઈપણ ઉપકરણ, સૉફ્ટવેરનો ઉપયોગ ન કરવા અથવા વેબસાઇટ પર સંચાલિત કોઈપણ પ્રવૃત્તિમાં દખલ કરવાનો પ્રયાસ અથવા રુટીન ન કરવા માટે સંમત થાઓ છો. વધુમાં સર્ચ એન્જિન અને સર્ચ એજન્ટ્સ સિવાય અન્ય વેબસાઇટ શોધવા અથવા સંચાલન કરવા માટે કોઈપણ એન્જીન, સૉફ્ટવેર, ટૂલ, એજન્ટ અથવા અન્ય ઉપકરણ અથવા અમે આ વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવીએ અને Chrome, Firefox, Safari અથવા Edge જેવા સામાન્ય રીતે ઉપલબ્ધ તૃતીય પક્ષ વેબ બ્રાઉઝર્સ સિવાયના મેકેનિઝમનો (બ્રાઉઝર્સ, સ્પાઈડર, રોબોટ્સ, અવતાર અથવા બુદ્ધિશાળી એજન્ટો સહિત) ઉપયોગ અથવા તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ ન કરવા માટે સંમત છો.

જો તમે અમારી સિસ્ટમ અથવા નેટવર્ક સુરક્ષાનું ઉલ્લંઘન કરો, તો તમારે નાગરિક અથવા ગુનાહિત જવાબદારીનો સામનો કરવો પડી શકે છે. અમે એવી ઘટનાઓની તપાસ કરીશું જેમાં આવા ઉલ્લંઘન શામેલ હોઈ શકે. અમે આવા ઉલ્લંઘન સાથે સંકળાયેલ વપરાશકર્તાઓ સામે કાર્યવાહી કરવામાં કાયદા અમલીકરણ સત્તાવાળાઓને સામેલ અથવા સહકાર કરી શકીએ છીએ.

વેબસાઇટના ઉપયોગમાં ફેરફાર, સસ્પેન્શન અથવા સમાપ્તિ

કોઈપણ સમયે અને સમય-સમય પર, વેબસાઈટના કોઈપણ પાસાને બદલવા, રદબાતલ કરવા અથવા બંધ કરવાનો, અમારી સંપૂર્ણ વિવેકબુદ્ધિને આધીન અને સૂચના અથવા જવાબદારી વિના, કેટલાક સુવિધાઓ ઉમેરવા અથવા દૂર કરીને અથવા વેબસાઇટને સંપૂર્ણ રૂપે બંધ કરવા સહિતનો અધિકાર અમે અનામત રાખીએ છીએ. સમય સમય પર, અમે કેટલીક અથવા બધી વેબસાઇટના ઍક્સેસને પ્રતિબંધિત કરી શકીએ છીએ. કોઈપણ કારણોસર અથવા કોઈ કારણ વિના, સૂચના અથવા જવાબદારી વિના, અમારી સંપૂર્ણ વિવેકબુદ્ધિને આધીન તમારું એકાઉન્ટ સમાપ્ત કરવા અથવા તેને રદબાતલ કરવાનો અથવા તમારા વપરાશને મર્યાદિત કરવાનો અથવા વેબસાઇટના ઍક્સેસ પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર પણ અમે અનામત રાખીએ છીએ. તદનુસાર, કોઈપણ કારણોસર, અને સૂચના વિના, વેબસાઇટનો તમામ અથવા કોઈપણ ભાગ કોઈપણ સમયે અને કોઈપણ સમયગાળા માટે તમારા માટે અનુપલબ્ધ થઈ શકે છે.

જો આપણે વેબસાઇટના કોઈપણ પાસાને સસ્પેન્ડ કરીએ અથવા બંધ કરીએ અથવા તમારું એકાઉન્ટ સમાપ્ત કરીએ, તો અમે તમને કોઈ માહિતી અથવા સામગ્રી પૂરી પાડવા માટે જવાબદાર નથી. અમે તમારી અન્ય પસંદગીઓ અને રુચિઓ તમારા એકાઉન્ટની અંદર અથવા તેના સંબંધમાં સંગ્રહિત હદ સુધી કાઢી શકીએ છીએ. તમારી પાસે કોઈપણ માહિતીને અનુલક્ષીને કોઈ ઉપાય નથી જે  તે માહિતીને તમે સાર્થક કરી શકો તે ધ્યાનમાં લીધા વિના અમે કાઢી નાખીએ, અને અમારા સર્વર્સ પર સંગ્રહ કરેલી કોઈપણ માહિતીને તમે આભારી હોઈ શકે તેવા કોઈપણ મૂલ્યનો અમે સ્પષ્ટપણે અસ્વીકાર કરીએ છીએ.

ગોપનીયતા અને સંદેશાવ્યવહારો

ગોપનીય સૂચના. તમે સ્વીકારો છો કે તમે અમારી ગોપનીયતા સૂચના વાંચી અને સમજી છે. તમે કોઈપણ સમયે અમારી ગોપનીયતા સૂચનાની સમીક્ષા કરી શકો છો.

ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન માટે સંમતિ. અમારી વિવેકબુદ્ધિને આધીન અમારા દ્વારા નક્કી કર્યા મુજબ, ઇ-મેઇલ દ્વારા, વેબસાઇટ પર પોસ્ટ કરેલી સૂચના અથવા અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા, ઇલેક્ટ્રોનિક રૂપે અમારી પાસેથી સંદેશા પ્રાપ્ત કરવાની તમે સંમતિ આપો છો. તમે સંમત છો કે તમને કોઈ નોટિસ, જાહેરાત, કરાર અથવા લેખિતમાં અન્ય વાતચીત મોકલવાની કોઈપણ આવશ્યકતા આવા ઇલેક્ટ્રોનિક સંચાર દ્વારા પૂર્ણ થાય છે. તમે અથવા તમારા નેટવર્ક પ્રદાતા કોઈપણ ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહાર માટે અરજી કરી શકો છો તે કોઈપણ સ્વચાલિત ફિલ્ટરિંગ માટે અમે જવાબદાર નથી.

તૃતીય પક્ષો દ્વારા તમારી માહિતીની ઍક્સેસ. અમારા ઉત્પાદનો અને સેવાઓ માટે તમે સાઇન અપ કરો છો અથવા તેનો ઉપયોગ કરો છો, ત્યારે તૃતીય પક્ષો દ્વારા તમારા વિશે એકત્રિત કરવામાં આવેલી માહિતીને ઍક્સેસ કરવાની તમે મંજૂરી આપી શકો છો. ઉદાહરણ તરીકે, તમે તમારા ફેસબુક એકાઉન્ટને લિંક કરી શકો છો, જે અમને તે એકાઉન્ટ્સમાંથી માહિતી પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે (જેમ કે તમારું પૂર્ણ નામ અને ઇમેઇલ). અમને તે સેવાઓમાંથી મળેલી માહિતી ઘણીવાર તમારા સેટિંગ્સ અથવા તેમની ગોપનીયતા સૂચનાઓ પર આધારીત છે, તેથી તમારા સેટિંગ્સ તપાસવાનું ભૂલશો નહીં.

માર્ગદર્શન આપનારો કાયદો 

બાઇબલપ્રોજેક્ટ યુનાઇટેડ સ્ટેટ્સમાં તેની ઓફિસોમાંથી વેબસાઇટને નિયંત્રિત અને સંચાલન કરે છે. વેબસાઇટ અને અહીં સમાવિષ્ટ વિષયવસ્તુનો  ઉપયોગ સહિતના દાવાઓ યુનાઇટેડ સ્ટેટ્સ અને ઓરેગોન સ્ટેટના કાયદા દ્વારા સંચાલિત છે. તમે કોઈ અન્ય સ્થાન પરથી વેબસાઇટને ઍક્સેસ કરવાનું પસંદ કરો છો, તો તમારી પોતાની પહેલ પર તમે આમ કરો છો અને લાગુ સ્થાનિક કાયદાઓની પાલન માટે જવાબદાર છો.

વોરંટીની અસ્વીકૃતિ

બાઇબલપ્રોજેક્ટ તેની વેબસાઇટ પૂરી પાડે છે અને તેની “જેમ છે તેમ” પર આધારીત છે અને તેની કોઈ રજૂઆત અથવા કોઇપણ પ્રકારની બાંહેધરી આપતી નથી, જે સ્પષ્ટ અથવા સૂચિત, સમાવિષ્ટ, મર્યાદા વિના, બાંહેધરી અથવા શીર્ષકના નિયમો અથવા વ્યાવસાયિકતા ની સૂચિત બાંહેધરી અથવા ખાસ હેતુ માટે યોગ્યતા, અથવા સાઇટ અથવા તેમની કામગીરી અથવા સામગ્રી મુજબ કોઈ બિન-ઉલ્લંઘન હોય. આ ઉપરાંત TBP, સામગ્રીને સચોટ, પૂર્ણ અને વર્તમાન હોવાનો વિશ્વાસ કરે છે, TBP સાઇટ્સ પરની માહિતી પ્રાપ્ત કરવા માટે યોગ્ય, પૂર્ણ અથવા વર્તમાન છે તેનું TBP પ્રતિનિધિત્વ કરતી નથી કે બાંહેધરી આપતી નથી. અમારી સાઇટ્સની ઉપલબ્ધતાની TBP બાંહેધરી આપતી શકતી નથી અને અમે અમારી સાઇટ્સના તમારા ઉપયોગથી કોઈ વિશિષ્ટ પરિણામોનું અમે વચન આપતા નથી. તમે અમારી સાઇટ્સનો ઉપયોગ તમારા પોતાના જોખમે કરો છો.

અમારી સાઇટ મારફતે અથવા અમારી સાઇટ પર પોસ્ટ કરેલી કોઈ પણ સામગ્રીની ચોકસાઈ અને વિશ્વસનીયતાને ધ્યાનમાં રાખીને, કોઈ મર્યાદા વિના, અમારી સાઇટ પરની કોઈપણ સામગ્રી માટે અમે કોઈ, સ્પષ્ટ અથવા સૂચિત, બાંહેધરી આપવા માટે, અને તેના માટે જવાબદાર નથી પછી ભલે તે અમારા એજન્ટો અથવા પ્રતિનિધિઓ, વપરાશકર્તાઓ દ્વારા, કોઈપણ સાધન અથવા પ્રોગ્રામિંગ દ્વારા અથવા અમારી સાઇટના ઉપયોગ દ્વારા અથવા અન્ય રીતે તે તૈયાર કરવામાં આવી હોય. અમારી સાઇટ્સમાં અન્ય વેબસાઇટ્સની લિંક્સ શામેલ હોઈ શકે છે, અને તે અન્ય વેબસાઇટ્સ પરની સામગ્રી, ચોકસાઈ અથવા મંતવ્યો માટે અમે જવાબદાર નથી અને તે વેબસાઇટ્સની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે અમે તપાસ, નિરીક્ષણ અથવા સંશોધન કરતા નથી. અમારી સાઇટ પર કોઈપણ લિંક્ડ વેબસાઇટનો સમાવેશ, લિંક્ડ વેબસાઇટની અમારી મંજૂરી અથવા સમર્થન સૂચિત કરતા નથી. તમે આ તૃતીય પક્ષની સાઇટ્સને ઍક્સેસ કરો, ત્યારે તમે તમારા પોતાના જોખમે આમ કરો છો. અમે અમારી સાઇટ પર અથવા સાઇટ મારફતે પોસ્ટ કરવામાં આવી તેવી તૃતીય-પક્ષ જાહેરાતો અથવા તૃતીય-પક્ષ એપ્લિકેશનો માટે કોઈ જવાબદારી લેતા નથી, અથવા અમે આવા જાહેરાતકારો દ્વારા પ્રદાન કરવામાં આવેલ માલ અથવા સેવાઓ માટે કોઈ જવાબદારી લેતા નથી. અમારી સાઇટ પર કોઈપણ વપરાશકર્તાની સામગ્રી પોસ્ટ કરવા સહિત અમારી સાઇટ્સના કોઈપણ વપરાશકર્તાના કોઈપણ કાર્ય ધિનિયમ અથવા ભૂલ (ઓનલાઇન અથવા ઓફલાઇન) માટે અમે જવાબદાર નથી. કોઈપણ ભૂલ, અવગણના, અવરોધ, કાઢી નાખવા, ખામી, કામગીરી અથવા ટ્રાન્સમિશનમાં વિલંબ, સંદેશાવ્યવહારની લાઇન નિષ્ફળતા, ચોરી અથવા વિનાશ અથવા અનધિકૃત ઍક્સેસ, અથવા કોઈપણ વપરાશકર્તા સંદેશાવ્યવહાર માટે અમે કોઈ જવાબદારી લઈશું નહિ.. અમારી સાઇટ્સ અથવા તેના તમારા ઉપયોગથી સંબંધિત કોઈપણ સમસ્યાઓ, નુકસાન, ઇજા અથવા ખામી (તે સંદેશાવ્યવહાર નેટવર્ક અથવા લાઇનો, કમ્પ્યુટર ઓનલાઇન સિસ્ટમો, વાયરસ અથવા અન્ય માલવેર, સર્વર્સ અથવા પ્રદાતાઓ, કમ્પ્યુટર સાધનો દ્વારા અથવા તેનાથી ઉભી થઈ શકે છે તે સહિત, સૉફ્ટવેર, તકનીકી સમસ્યાઓ અથવા ઇન્ટરનેટ અને / અથવા અમારી સાઇટ્સ પર ટ્રાફિક ભીડને લીધે કોઈપણ ઇમેઇલની નિષ્ફળતા) માટે અમે જવાબદાર નથી. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ નુકસાન અથવા નુકસાન, વ્યક્તિગત ઈજા અથવા મૃત્યુ સહિત, જે અમારી સાઇટના ઉપયોગમાંથી, કોઇ વપરાશકર્તાના (ઓનલાઇન અથવા ઓફલાઇન) ઉપયોગમાંથી, અથવા અન્ય કોઇ રીતે ઉદ્ભવતા હોય તેના માટે અમે જવાબદાર રહેશું નહીં. સાઇટના તમારા ઉપયોગથી (અથવા ઉપયોગમાં અસમર્થતા) તમારા કમ્પ્યુટર, સૉફ્ટવેર, મોડેમ, ટેલિફોન અથવા અન્ય મિલકતને થતા નુકસાન માટે અમે જવાબદાર નથી. જો તમે અમારી સાઇટ્સ દ્વારા માહિતી ઍક્સેસ કરવામાં અસમર્થ હો તો અમે તમારા માટે જવાબદાર રહેશું નહીં. કેટલાક રાજ્યો અમુક બાંયધરી અને/ અથવા જવાબદારીઓની મુક્તિ અથવા મર્યાદાને મંજૂરી આપતા નથી, તેથી ઉપરની કેટલીક મર્યાદાઓ અથવા મુક્તિઓ તમારા પર લાગુ નહીં થાય.

જવાબદારીની મર્યાદા

કોઈ પણ ઘટનામાં બાઇબલપ્રોજેક્ટ અથવા તેના કર્મચારીઓ, ડિરેક્ટર, અધિકારીઓ, એજન્ટો, સપ્લાયર્સ અથવા તૃતીય પક્ષ સેવા પ્રદાનકર્તાઓ તમારા અથવા અમારી સાઇટ્સ અથવા સામગ્રીના ઉપયોગ સાથે સંલગ્ન હોય તે અન્ય વ્યક્તિ અથવા તેમાંથી ઉદ્દભવતી સામગ્રી, સામેલ, મર્યાદા વિના, ખાસ, અપ્રત્યક્ષ, ઉદાહરણીય વિષયવસ્તુ, અથવા વપરાશકર્તા, ડેટા, નફા અથવા ગુડવિલ, વ્યવસાયિક વિક્ષેપ, અથવા કમ્પ્યુટરની નિષ્ફળતા અથવા ખોટી કામગીરી, સંગ્રહ સિવાયની કામગીરી માટે મર્યાદિત નથી, સમાવિષ્ટ, અથવા હાનિકારક નુકસાન અથવા કોઈપણ કરાર, જવાબદારી, બેદરકારી અથવા અન્ય અસંખ્ય ક્રિયાઓ અથવા ઉપયોગ સાથે અથવા જોડાણની બધી સ્થિતિ ઉભી થાય, ઉપયોગમાં લેવા માટે અસમર્થતા, કૉપિ કરવા અથવા વિષયવસ્તુ પ્રદર્શિત કરવા માટે જવાબદાર રહેશે નહીં. સામેલ, મર્યાદા વિના તમામ દાવાઓ, કરારના ઉલ્લંઘન, બાંહેધરીના ઉલ્લંઘન, બદનક્ષી, સખ્ત જવાબદારી, ગેરરજુઆત, ઉત્પાદનોની જવાબદારી, કાયદાના ભંગ(નિયમનો સહિત), બેદરકારી, અને તૃતીય-પક્ષ દવાઓ સાથે, અન્ય અપકૃત્યો માટે આ મર્યાદા લાગુ થાય છે.

ઉપરોક્ત જોગવાઈઓને મર્યાદિત કર્યા વિના, તમે અથવા કોઈપણ દાવા માટે કોઈ પણ વ્યક્તિને બાઈબલપ્રોજેક્ટ દ્વારા કુલ સંચિત જવાબદારીની મર્યાદા, છેલ્લા 12 મહિનામાં તમે બાઇબલપ્રોજેક્ટ ચૂકવેલ મહત્તમ મર્યાદા સુધી મર્યાદિત રહેશે.

વળતર

કોઇ પણ નુકશાનમાંથી હાનિરહિત, જવાબદારી, પડતર, ખર્ચ, કચેરી, દાવા, હાનિઓ, અથવા માંગણી, અમર્યાદિત વાજબી એટર્નીની ફિ સહિત, જે (I) અમારી નિયમોના ઉલ્લંઘનમાં અમારી સાઇટ્સના તમારા ઉપયોગ, (II) અમારી નિયમોનું તમારું ઉલ્લંઘન, અથવા (III) અમારા નિયમોમાં દર્શાવેલ તમારી રજૂઆત અને બાંહેધરીનો કોઈ પણ ભંગ અમારી નિયમોમાંથી ઉદ્દભવતા અથવા તેના સંબિધિત હોય અથવા તેના કારણે હોય તેના માટે અમેરિકી, અમારી પેટાકંપનીઓ અને આનુષંગિકો, અને તેમના સંબંધિત સભ્યો, નિયામકો, અધિકારીઓ, એજન્ટો, ભાગીદારો અને કર્મચારીઓને જાળવી રાખવા અને વળતર ચૂકવવા માટે તમે સંમત છો.

ઉપયોગના આ નિયમોમાં સુધારણા 

બાઇબલપ્રોજેક્ટ કોઇ પૂર્વ સૂચના વિના આ પોસ્ટીંગને અપડેટ કરીને આ નિયમોમાં સુધારો કરવાનો અધિકાર અનામત રાખે છે. અમે તમને કોઈપણ સમયે કોઈપણ કારણોસર, પૂર્વ સૂચના સાથે અથવા તેના વિના, ઉપયોગની આ નિયમોને સંશોધિત અથવા અપડેટ કરી શકીએ છીએ, અને આ ઉપયોગના નિયમોમાં આવા કોઈપણ ફેરફારો આ પૃષ્ઠ પર પોસ્ટ કર્યા પછી અમલમાં રહેલ પહેલાના કોઇપણ ઉપયોગના નિયમોને રદ કરશે અને તુરંત જ બદલી નાખશે. તમે સંમત થાઓ છો કે જો આ નિયમોનો કોઈપણ ભાગ અમલ લાયક હોવાનું જણાય છે, તો આ નિયમોનો બાકીનો ભાગ સંપૂર્ણ અમલ અને અસરમાં રહેશે અને અન્યથા અમલવારી ભાગને સુધારવામાં આવે જેથી કાયદા દ્વારા મંજૂરી અપાયેલી મહત્તમ મર્યાદા સુધી અમલમાં મૂકી શકાય. આવા કોઈપણ સુધારાઓ સાથે તમે બંધનકર્તા હોવાની સંમતિ આપો છો. તત્કાલિન વર્તમાન ઉપયોગના નિયમો નક્કી કરવા માટે સમયાંતરે આ પૃષ્ઠની મુલાકાત લેવાની તમને સલાહ આપવામાં આવે છે.

વર્ગ ક્રિયા ત્યાગ

તમે અહીં કોઈપણ દાવા, વિવાદ અથવા વિવાદથી સંબંધિત બાઇબલપ્રોજેકટ સામેના કોઈપણ વર્ગ ક્રિયા મુકદ્દમા શરૂ કરવા અથવા તેમાં ભાગ લેવાના કોઈપણ અધિકારનો ત્યાગ કરો છો અને, જ્યાં લાગુ પડે ત્યાં, તમે અહીંથી બાઈબલપ્રોજેક્ટ વિરુદ્ધ કરવામાં આવે કોઈપણ વર્ગની કાર્યવાહીનો ત્યાગ કરવાની સંમતિ આપો છો.

આર્બિટ્રેશન કરાર

નોંધ: આ આર્બિટ્રેશન કરાર ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સના વપરાશકર્તાઓને લાગુ પડે છે.

તમે અને TBP કોઈ દાવેદારીની પ્રતિક્રિયા સાથે વર્ગ ક્રિયા અથવા પ્રતિનિધિત્વ ક્રિયામાં ભાગ લેવા અથવા જૂરી કરતા સમક્ષ અથવા કોર્ટમાં દાવેદારી કરવા માટેના કોઈપણ હકનો ત્યાગ કરવાની સંમતિ આપો છો. તપાસ માટે ઍક્સેસ જેવા, તમે ધરાવતા હો તેવા અન્ય અધિકારો, પણ આબિટ્રેશનમાં અનુપલબ્ધ અથવા મર્યાદિત હોઈ શકે છે.

આ ઉપયોગના નિયમોમાંથી પરિણમતા અથવા તેમાંથી ઉદ્ભવતા સંબંધો, કોઈપણ દાવા અથવા વિવાદ, ઉપયોગના નિયમો અને તેના અર્થઘટન અથવા તેના ઉલ્લંઘન, સમાપ્તિ અથવા માન્યતા, માન્યતા વિશેના વિવાદો સહિત, આ આર્બિટ્રેશન જોગવાઈના અવકાશ અથવા અમલવારી (સામૂહિક રીતે, "સમાવિષ્ટ વિવાદો") કોર્ટમાં નહીં, પણ સ્પષ્ટ રીતે બંધનકર્તા, વ્યક્તિગત લવાદ દ્વારા સમાધાન કરવામાં આવશે, અને પોર્ટલેન્ડ, ઓરેગોન અથવા પક્ષોને પરસ્પર સંમત અન્ય સ્થળે રાખવામાં આવશે. અમેરિકન આર્બિટ્રેશન એસોસિએશન ("AAA") તેના નિયમો અને કાર્યવાહી હેઠળ આ આર્બિટ્રેશનનું સંચાલન કરવામાં આવશે. ફેડરલ આર્બિટ્રેશન એક્ટ આ આર્બિટ્રેશન કરારના અર્થઘટન અને અમલીકરણને સંચાલિત કરે છે. વૈકલ્પિક રીતે, તમે નાના દાવા કોર્ટમાં તમારા દાવાઓ પર મૂકી શકો છો, જો તમારા દાવાઓ લાયક છે અને લાંબા સમય સુધી મામલો આવી કોર્ટમાં રહે છે અને ફક્ત વ્યક્તિગત (બિન-વર્ગ, બિન-પ્રતિનિધિ) આધારે આગળ વધે છે.

કોઈપણ આર્બિટ્રેશન શરૂ કરતા પહેલાં, દાવો કરનાર પક્ષ અન્ય પક્ષને આર્બિટ્રેશન માટે ફાઇલ કરવાના તેના હેતુ માટેની ઓછામાં ઓછા 60 દિવસ પહેલાં લેખિત સૂચના આપશે. TBP અમારી સાથે ફાઇલ પરના તમારા ઇ-મેઇલ સરનામાં પર ઇ-મેલ દ્વારા આવી નોટિસ પાઠવશેે અને તમારે આ પ્રકારની નોટિસ ઇ-મેઇલ દ્વારા અહીં પૂરી પાડવી ફરજિયાત છે webmaster@jointhebibleproject.com. આવા 60-દિવસના નોટિસ સમયગાળા દરમિયાન, પક્ષો કોઈપણ સમાવિષ્ટ વિવાદો વિશે પરસ્પર ચર્ચા કરીને સૂમેળતાથી સમાધાન કરવાનો પ્રયાસ કરશે. આ પ્રકારના સુખદ સમાધાન અને સૂચના સમયગાળાની સમાપ્તિ નિષ્ફળ થવાથી, કોઈપણ પક્ષ આર્બિટ્રેશન શરૂ કરી શકે છે.

કાયદા હેઠળ અથવા ઇક્વિટીમાં કોર્ટમાં જે પણ રાહત મળવાપાત્ર હોય તે આપવાની આર્બિટ્રેટરને સત્તા હશે અને આર્બિટ્રેટર(ર્સ)નો કોઈપણ ચુકાદો અંતિમ રહેશે અને તે દરેક પક્ષને બંધનકર્તા હશે. આર્બિટ્રેટર દ્વારા આપવામાં આવેલ ચુકાદાને સક્ષમ ન્યાયક્ષેત્રની કોઈપણ કોર્ટમાં દાખલ કરવામાં આવી શકે છે. પહેલાંના વિવાદોને આર્બિટ્રેટ કરવાની ફરજ હોવા છતાં, દરેક પક્ષને કોઈપણ સમયે સક્ષમ ન્યાયક્ષેત્રની કોર્ટમાંથી કોઈપણ સમયે પ્રતિબંધ અથવા અન્ય સમાન રાહતનો અમલ કરાવવાનો અધિકાર રહેશે. આર્બિટ્રેટર લાગુ કાયદો લાગુ કરશે અને ઉપયોગના આ નિયમોની જોગવાઈઓ અને આમ કરવામાં નિષ્ફળતા, ન્યાયિક સમીક્ષા માટે લવાદી અધિકાર અને આધારોથી વિશેષ માનવામાં આવશે. વર્ગ, પ્રતિનિધિ અથવા ખાનગી વકીલની કાર્યવાહી તરીકે TBP કે તમને કોઈપણ સમાવિષ્ટ વિવાદને મધ્યસ્થી કરવાના હકદાર નથી અને આર્બિટ્રેટર(ર્સ)ને વર્ગ, પ્રતિનિધિ અથવા ખાનગી એટર્ની સામાન્ય ધોરણે આગળ વધવાનો કોઈ અધિકાર નથી. જો આ વિભાગમાં આર્બિટ્રેટ કરવાની કોઈપણ જોગવાઈ ગેરકાયદેસર અથવા બિનઅમલવારીકારક હોવાનું જણાય, તો બાકીના આર્બિટ્રેશન નિયમો સંપૂર્ણપણે માન્ય, બંધનકર્તા અને અમલવારી માટે ચાલુ રહેશે (પરંતુ કોઈ પણ સંજોગોમાં વર્ગ, પ્રતિનિધિ અથવા ખાનગી એટર્ની જનરલ આર્બિટ્રેશન હશે નહીં). ઉપયોગના નિયમો અને સંબંધિત વ્યવહારો ફેડરલ આર્બિટ્રેશન એક્ટ, 9 U.S.C. સેક. 1-16 (FAA) દ્વારા અને, જ્યાં અન્યથા લાગુ પડે ત્યાં ઓરેગોન સ્ટેટના કાયદા દ્વારા આધીન રહેશે અને સંચાલિત કરવામાં આવશે.

 

By using this website, I acknowledge that I am 16 years of age or older, and I agree to the Terms and Conditions and Privacy Policy.
Under 16?
Accept
For advanced bible reading tools:
Login  or  Join
Which language would you like?